ફ્લોરિડાની યુનિવર્સિટીઓમાં સ્થાનિકોને પ્રાથમિકતા આપવા H-1B વિઝાધારકોની ભરતી પર પ્રતિબંધ
ફ્લોરિડાની જુદા જુદી યુનિવર્સિટીઓએ અમેરિકનોને નોકરીમાં પ્રાથમિકતા આપવા H-1B વિઝાધારકો ભરતી પર પ્રતિબંધ મુક્યો છે. ઉચ્ચ શિક્ષણમાં H-1B વિઝાના દુરુપયોગને રોકવા ફ્લોરિડાના ગવર્નર રોન ડીસેન્ટિસે રાજ્યની સંસ્થાઓને યુનિવર્સિટીમાં કર્મચારીઓની ભરતીમાં સ્થાનિકોને પ્રાથમિકતા આપવા અને વર્ક વિઝા પર વિદેશી વર્કર્સને બોલાવવાની પરંપરા બંધ કરવા આદેશ આપ્યો છે.